ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ રચી દિધો છે. મનુ ભાકર ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી દેશની પ્રથમ મહિલા શૂટર બની ગઈ છે. મનુએ મહિલાઓની વ્યક્તિગત 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે આજે સરબજોત સિંહ સાથે મિક્સ્ડ ટીમ કોમ્પિટિશનમાં 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં ભારત માટે વધુ એક બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં રચ્યો ઈતિહાસ
વધુ એક બ્રોન્ઝ મેડલ જીતી મનુ એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનારી સ્વતંત્ર ભારતની પ્રથમ એથ્લેટ બની છે. મનુ પહેલા નોર્મન પ્રિચાર્ડેએ એથ્લેટિક્સમાં બે સિલ્વર મેડલ જીત્યા હતા. ત્યારે ભારત બ્રિટિશ શાસન હેઠળ હતું. પ્રિચાર્ડ બાદ કોઈપણ ભારતીય એથ્લેટ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતવામાં સફળ રહ્યો નથી. ત્યારે આજે મનુ ભાકરે આજે ઈતિહાસ રચ્યો હતો.
કોરિયન જોડીને હરાવી મનુ અને સરબજોતે મુરાબલો જીત્યો
મનુ ભાકર અને સરબજોત સિંહનો મુકાબલો કોરિયન જોડી ઓહ યે જિન અને લી વોન્હોની સામે થયો હતો. જેમાં મનુ અને સરબજોત ક્વોલિફાયરમાં 580 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. જ્યારે કોરિયન જોડી 579 પોઈન્ટ સાથે ચોથા ક્રમે રહી હતી. મનુ અને સરબજોતે આ મેચ 16-10ના માર્જીનથી જીતી હતી.









