ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો છે. નીરજ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગયો હતો. નીરજે 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે જ તે બે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતનો ત્રીજો ખેલાડી બન્યો અને નીરજના કટ્ટર હરીફ એવા પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના જબરદસ્ત થ્રો સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.


[[$googlead]]

જેવલીન થ્રોમાં નીરજ ચોપડાને સિલ્વર મેડલ મળ્યો અને સાથે સતત બીજી ઓલિમ્પિક ગેમ્સમાં નીરજે મેડલ જીત્યો. નીરજે 89.45 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. જ્વેલીન થ્રોમાં પાકિસ્તાનના નદીમને ગોલ્ડ મળ્યો હતો.

નીરજે 1 જ સાચો થ્રો કર્યો

[[$alsoread]]

જ્યારે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 88.54 મીટર સાથે બ્રોન્ઝ જીત્યો હતો. નીરજ આ ફાઇનલમાં માત્ર એક જ સાચો થ્રો ફેંકી શક્યો હતો. જ્યારે બાકીના 5 થ્રો ફાઉલ હતા, જેના કારણે તે ખૂબ જ નિરાશ દેખાતો હતો. જ્યારે પાકિસ્તાનના નદીમે ફાઇનલમાં બે વખત 90નો આંકડો પાર કર્યો હતો. અરશદ નદીમ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ પાકિસ્તાની એથ્લેટ બન્યો છે. આ સાથે પાકિસ્તાને 32 વર્ષ બાદ ઓલિમ્પિક મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ઓલિમ્પિકમાં નીરજના શાનદાર પ્રદર્શનના પગલે હરિયાણા સ્થિત તેના નિવાસ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. આતિશબાજી અને મીઠાઈ ખવડાવી ઉજવણી કરાઈ હતી.


  • Follow us on: