લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના હિંદુઓ અંગેના નિવેદને હોબાળો મચાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ હિંસા કરે છે. આ અંગે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. ત્યારે આવો આ મામલે સંસદમાં કેવો માહોલ હતો જાણીએ.


[[$googlead]]

પીએમ મોદીએ પોતે જ રાહુલને તેમના ભાષણ દરમિયાન અટકાવ્યા અને કહ્યું કે હિંસા સાથે સમગ્ર હિન્દુ સમુદાયને જોડવો યોગ્ય નથી. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ આ નિવેદન માટે માફી માંગવી જોઈએ.

ભાજપ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા, દ્વેષ, અને જુઠ્ઠાણા કરી રહ્યા છે. તેઓ હિંદુ છે જ નહી. તમે હિંદુ છો જ નહી. હિન્દુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યની સાથે ઊભા રહેવું જોઈએ. સત્યથી પીછેહઠ ન કરવી જોઈએ. હિંસા ફેલાવવી ન જોઈએ.

[[$alsoread]]

રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન પીએમ મોદીએ વચ્ચે ઉભા થઈને રાહુલ ગાંધીને રોક્યા હતા. અને કહ્યું કે આ મામલો ખૂબ જ ગંભીર છે. સમગ્ર હિંદુ સમુદાયને હિંસક કહેવું ગંભીર બાબત છે. જેના જવાબમાં રાહુલે કહ્યું કે મેં ભાજપને હિંસક કહ્યું છે. નરેન્દ્ર મોદી સમગ્ર હિન્દુ સમાજ નથી. ભાજપ સમગ્ર હિન્દુ સમાજ નથી. આરએસએસ એ સમગ્ર હિન્દુ સમાજ નથી. પીએમ મોદીએ રાહુલના નિવેદનો પર બાદમાં ગૃહમાં કહ્યું કે બંધારણે મને શીખવ્યું છે કે મારે વિપક્ષના નેતાને ગંભીરતાથી લેવા જોઈએ.

  • Follow us on: