સુરતની જનતા નશેડીઓના ત્રાસથી પરેશાન છે. મીઠી ખાડી ખાતે ઉભા રહેલા શખ્સને હેરાન કરવામાં આવ્યો. નશેડી ધોળા દિવસે લોકોને હેરાન કરતા હોવાનો વીડિયો સામે આવ્યો. શહેરમાં નશેડીઓ બેફામ બની સામાન્ય નાગરિકોને હેરાન કરવા લાગ્યા છે. લોકો હવે દિવસે પણ નશો કરી સામાન્ય બાબતમાં મોટી બબાલ મચાવે છે.
નશેડીથી લોકોને હેરાનગતિ
શહેરમાં નશો કરી લોકોને હેરાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો.મીઠી ખાડી ખાતે ઉભા રહેલા શખ્સને ટાર્ગેટ કરી હેરાન કરવામાં આવ્યો. વીડિયોમાં દેખાય છે કે માલસામાન લઈ જતા વાહનની પાછળ એક શખ્સ કોઈની જોડે બબાલ કરી રહ્યા છે. આ શખ્સ નશાની હાલતમાં બીજા યુવકના ખિસ્સામાં હાથ નાખી રૂપિયા કાઢવાનો પ્રયાસ કરે છે. આ શખ્સને ગુટખાની લત હોય છે. એટલે તે યુવક પાસે ગુટખા ખાવા પૈસા માંગે છે. યુવકે પૈસા આપવાની આનકાની કરતાં અને ગુટખા નહીં આપતા તીક્ષ્ણ હથયાર વડે હુમલો કર્યો. ઈજાગ્રસ્ત યુવકને ખાનગી હોસ્પિટલ ખસેડાયો.
ગુનાઓ રોકવા માટે કમિટી બનાવી
સુરત પોલીસે ગુનાઓ રોકવા માટે કમિટી બનાવી છે. 2025માં પોલીસનું પ્રથમ કાર્ય શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગુનેગારોને નિયંત્રણ કરવાનું છે. આ ઉપરાંત દિવસે વધતા આત્મહત્યાના કિસ્સા રોકવા માટે પણ પોલીસ પ્રયાસ કરશે. તેમજ કોઈ કારણસર ઘરેથી ભાગી ગયેલાને NGOની મદદથી શોધાશે અને તેમની ઘરવાપસી કરાશે. તેમજ વારંવાર અકસ્માત થતી જગ્યાને રેડ ઝોન જાહેર કરાશે. અને ડ્રગ્સની લતે ચડેલા લોકોને સુધારવાના પ્રયાસ કરાશે. પોલીસ તેમના નેટવર્ક અને ટેકનોલોજીના આધારે દારુ પકડવા તેમજ ડ્રગ પેડલરોને પકડે છે. ત્યારે આજે સીસીટીવીમાં એક નશેડી નિર્દોષ યુવકને હેરાન કરી માર મારતો હોવાનો વીડિયો સામે આવ્યો. જેના બાદ પોલીસ નશેડી વિરુદ્ધ કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધર્યા.









