સુરતના લોકો બનાસકાંઠાના વિભાજનને લઈ ખુશી વ્યક્ત કરી. સરકાર દ્વારા વાવ થરાદ જિલ્લો અલગ બનાવાતા સુરતના લોકોએ ફટાકડા ફોડી ઉજવણ કરી. સુરતમાં વસતા વાવ થરાદ ,ધાનેરા, સહિતના ગામોના વતનીઓએ આ મામલે મીટીંગ કરી. બેઠકમાં સામેલ થયેલા લોકો સરકારના નિર્ણયને વધાવતા એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી.


[[$googlead]]

સુરતના લોકો જિલ્લા વિભાજનથી ખુશ

ધાનેરાના લોકો જિલ્લા વિભાજનથી નારાજ છે જ્યારે સુરતના લોકો સરકારના આ નિર્ણયથી વધુ ખુશ છે. લોકોનું કહેવું છે કે વાવ થરાદની જનતાની આ વર્ષો જૂની માંગ છે. જેને વર્તમાન સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ કોઈ રાજકીય ષડયંત્ર નથી કે નથી કોઈ રાજનેતાને ઇશારે આ કામ કરવામાં આવ્યું.

[[$alsoread]]

વર્ષો જૂની માંગ

સુરતના લોકોએ કહ્યું કે બનાસકાંઠા એક માત્ર જિલ્લો હોવાથી લોકોને ખુબજ અગવડ પડતી હતી. વાવ થરાદની જનતાએ 150 કિલોમીટર દૂર પાલનપુર હેરાન થવું પડતું હતું. પરંતુ હવે બનાસકાંઠાની સાથે હવે વાવ થરાદ જિલ્લાનું વિભાજન થતાં વાવ થરાદનો સાચો વિકાસ થશે.  વાવ થરાદના લોકોની આ વર્ષો જૂની માંગ છે. જે મંજૂર થતા લોકોમાં ખુશી જોવા મળી. આ સાથે ધાનેરાના લોકોની પણ માંગ છે કે ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં જ રાખવામાં આવે. 'આપણો તાલુકો ધાનેરા,આપણો જિલ્લો વાવ-થરાદ'ના સૂત્રોચ્ચાર સાથે વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં ધાનેરામાં બાઈક રેલી કાઢવામાં આવી. પૂર્વ મંત્રી, ભાજપ આગેવાનો સહિત યુવાનો રેલીમાં જોડાયા. બાઈક રેલી યોજી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. તો બીજી બાજુ ધાનેરાને બનાસકાંઠામાં રાખવા મહાયજ્ઞ કરવામા આવ્યો. હાલમાં બનાસકાંઠા, વાવ અને થરાદ જિલ્લા વિભાજનને લઈને રાજકીય સ્તરે ધમસાણ જોવા મળી રહ્યું છે. 

ધાનેરાના લોકોમાં રોષ

મહત્વનું છે કે રાજ્યમાં ઘણા સમયથી બનાસકાંઠાના જિલ્લા વિભાજન કરાતા કેટલાક લોકો રોષે ભરાયા છે. સરકારે બનાસકાંઠાના વાવ થરાદ જિલ્લો અલગ બનાવાતા ધાનેરાના લોકોમાં રોષ જોવા મળ્યો. જેને લઈને ધાનેરાવાસીઓએ અમદાવાદના કલેકટરને આવેદનપત્ર આપ્યું. તેમજ ધાનેરા બંધનું એલાન પણ આપ્યું હતું. જિલ્લા વિભાજનથી ક્યાંક ખુશી તો ક્યાંક હોબાળાની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લા વિભાજનના હોબાળાના કારણે આ સ્થાનો પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે.

  • Follow us on: