ગુજરાતનું એકમાત્ર ગીરી મથક સાપુતારા પ્રવાસીઓનું લોકપ્રિય સ્થળ છે. સાપુતારાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પાલતુ શ્વાન અને દિપડા વચ્ચે જોરદાર જંગ જોવા મળે છે. આ વીડિયો સાપુતારા ખાતે વાઘબારી કોલોની પાસે આવેલ એક બંગલાનો છે. જ્યાં બંગલાની બહાર શ્વાન ચોકી કરી રહ્યો છે. ત્યારે મધરાતે બંગલાની બહાર દીપડો શ્વાન પર હુમલો કરે છે. પરંતુ શ્વાન પણ બહાદૂરી પૂર્વક દીપડા સાથે મુકાબલો કરે છે. શ્વાન અને દીપડાની લડાઈનો આ વીડિયો જોઈ યુઝર્સ બંગલાની રખેવાળી કરનાર શ્વાનના વખાણ કરી રહ્યા છે.


[[$googlead]]

જંગલી પ્રાણી પર પાલતુ શ્વાન ભારે પડ્યો

સોશિયલ મીડિયામાં લોકપ્રિય થયેલ આ વીડિયોમાં દેખાય છે કે મધરાતે દીપડો બંગલાની બહાર આંટાફેરા મારે છે. ત્યારે બંગલાની રખેવાળી કરતો પાલતુ શ્વાન એક દોરડા સાથે બંધાયેલો છે. મધરાતે જ્યારે દીપડો આવે છે ત્યારે શ્વાન વધુ આક્રમક બની તેને ભગાડે છે. પરંતુ ફરી પાછો દીપડો ત્યાં આવે છે ત્યારે પાલતુ શ્વાન વધુ ઉગ્ર બનતાં બાંધેલો પટ્ટો છોડી દીપડો પર હુમલો કરવો દોટ મૂકે છે. પાલતુ શ્વાન અને દીપડા વચ્ચે બરાબરીનો જંગ જામે છે.

[[$alsoread]]

દિપડાના હુમલા વધ્યા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સિંહ અને દિપડાના આતંક વધવાના કિસ્સા સામે આવવા લાગ્યા છે. બોટાદના ગઢડા તાલુકામાં રોજમાળ ગામમાં દીપડાએ પશુનું મારણ કર્યું હતું. આ ઘટના બાદ ગ્રામજનોમાં દીપડાની દહેશતથી ભયનો માહોલ જોવા મળ્યો. ગ્રામજનો બાળકોને બહાર મોકલવાનું બંધ કર્યું. બોટાદ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ગોહિલ ની ખાણ રોડ પર વિજયસિંહ જાદવના ફાર્મ પર પણ દીપડાના આંટાફેરા જોવા મળ્યા હતા. પરંતુ સ્થાનિકોની સતર્કતાના કારણે વનવિભાગને તાત્કાલિક જાણ કરાતા વિજયસિંહ જાદવના ફાર્મ પરથી અંદાજિત 4 થી 5 વર્ષનો દીપડાને પકડવામાં સફળતા મળી. જ્યારે અમરેલીના રાજુલાના વાવેરા ગામમાં 8 વર્ષના બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ગંભીર ઇજા પંહોચતા બાળકને હોસ્પિટલમાં ખસેડાયો. સિંહો બાદ દીપડાની વસ્તી વધતીએ તંત્ર અને વનવિભાગની ચિંતામાં વધારો કર્યો છે.

પ્રવાસીઓનું મનપસંદ સ્થાન સાપુતારા

દક્ષિણ ગુજરાતમાં આવેલ સાપુતારા 1000 મીટરની ઉંચાઈ પર આવેલ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ સાપુતારામાં તાપમાનમાં વધારો જોવા મળતો નથી. અને એટલે જ ઉનાળામાં પ્રવાસીઓની સંખ્યામાં અંહી નોંધપાત્ર વધારો જોવા મળે છે. પ્રવાસીઓના ધસારાને પગલે આ વિસ્તારમાં હોટલો ઉપરાંત પ્રાઈવેટ બંગલાઓ પણ ભાડે આપવાનું ચલણ વધ્યું છે. આ બંગલાઓની પાલતુ શ્વાન રખેવાળી કરે છે. સોશિયલ મીડિયામાં લોકપ્રિય થયેલ સાપુતારાના એક વીડિયોમાં શ્વાને બહાદૂરીપૂર્વક દીપડા સાથે મુકાબલો કર્યો. આ વીડિયોમાં દેખાય છે તેમ એક જંગલી પ્રાણી પર પાલતુ શ્વાન ભારે પડ્યો.



  • Follow us on: