ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામમાં ભૂંડે પશુ ચરાવવા ગયેલા ખેડૂત પર ભૂંડે હુમલો કરી દીધો હતો. જેને લઈને ખેડૂતને હાથ-પગે ગંભીર ઈજા થતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યારે ડુક્કરના હુમલાની ઘટનાને લઈને સ્થાનિક ખેડૂતો ભયમાં મૂકાયા છે.


[[$googlead]]

ખેડૂત પર ભૂંડે કર્યો હુમલો

ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામમાં ભૂંડનો આતંક સામે આવ્યો હતો. પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા રાકેશકુમાર કાંતિભાઈ પટેલ પર ભૂંડે હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, રાકેશકુમાર પોતાના પશુઓને ચરાવવા સીમમાં ગયા હતા. ત્યારે ભૂંડે તેમના પર હુમલો કર્યો હતો. ભૂંડે 2થી 3 જગ્યાએ બચકાં ભર્યા હતા. હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

[[$alsoread]]

ગામના ઉપસરપંચ સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે , ગામમાં ભૂંડનો ત્રાસ વધી ગયો છે. રાત્રે ખેતરે જવું મુશ્કેલ બન્યું છે. એકલા ખેતરે જવાનું જોખમી છે. ખેતી અને પશુપાલનની કામગીરી પર અસર પડી રહી છે. ભૂંડ ખેતરોમાં મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છે. સ્થાનિકોએ સરકાર પાસે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.

  • Follow us on: