ભરૂચમાં અંકલેશ્વર-નેત્રંગ માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર-નેત્રંગ માર્ગ પર મસમોટા ખાડાઓ પડ્યા છે. ત્યારે ભરૂચમાં રોડ પર ખાડાઓ લઈ અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. લોકસભા ચૂંટણી બાદ જ વિકાસની આશાઓ ફિક્કી સાબિત થઈ છે. ભરૂચમાં ખાડાઓથી વાહન ચાલકો અને જનતા પરેશાન છે.


[[$googlead]]

લોકસભા ચૂંટણી બાદ જીત્યા બાદ નેતાઓ સ્થાનિક લોકોને ભૂલી જાય છે. ત્યારે અંકલેશ્વર-નેત્રંગ હાઈવે પર ખાડાઓના કારણે વાહન ચાલકોને હેરાન પરેશાન થઈ રહ્યા છે.ત્યારે હાઈવે પર ખાડાના સામ્રાજ્યની ત્રસ્ત થઈ ખાડાઓમાં ભાજપના જ ઝંડા લગાવીને અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. વરસાદ બાદ ભરૂચના અનેક રોડ-રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. અનેક રોડ-રસ્તાઓ પર ખાડાઓનું સામ્રજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે વહેલીતકે તંત્ર અંકલેશ્વર-નેત્રંગ હાઈવેનું સમારકામ કરાવે તે જરૂરી બન્યું છે.

[[$alsoread]]
  • Follow us on: