વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર તેઓ બે દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. પીએમ મોદી રાજધાની મોસ્કો પહોંચી ગયા છે. તેઓ વેણુકોવો-2 ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે. અહીં એરપોર્ટ પર જ તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.


[[$googlead]]

વડાપ્રધાન ભારતીય વિદ્યાર્થીઓ સાથે કરશે મુલાકાત

[[$alsoread]]

એરપોર્ટ પર જ વડાપ્રધાન મોદીના સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંથી તે હોટેલ જશે, જ્યાં રશિયન કલાકારો તેમના માટે ગરબા કરશે. વડાપ્રધાન ભારતીય વિદ્યાર્થીઓને પણ મળશે. આ દરમિયાન મોસ્કોની કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ હાજર રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 70-100 વિદ્યાર્થીઓ તિરંગા ઝંડા સાથે વડાપ્રધાનનું સ્વાગત કરશે. પીએમ તેમની સાથે પણ વાત કરશે.


  • Follow us on: