PM નરેન્દ્ર મોદી આજે ઈટાલી જવા રવાના થશે. તેઓ અહીં 50માં G-7 સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરશે. G-7 સમિટમાં પીએમ મોદીની આ સતત પાંચમી હાજરી હશે. આ સમિટમાં ભારતની અત્યાર સુધીની 11મી ભાગીદારી છે. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન જ G-7 દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે.
પીએમ મોદી સમિટ દરમિયાન જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરે તેવી શક્યતા છે. તેમની છેલ્લી મુલાકાત ડિસેમ્બર 2023માં અબુ ધાબીમાં COP28 સમિટ દરમિયાન થઈ હતી. બેઠકમાં બન્ને વડાપ્રધાનો દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્તરની સમીક્ષા કરે અને આગળના પગલાઓ માટે દિશા-નિર્દેશ આપે તેવી અપેક્ષા છે. PM મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ આ પ્રથમ વિદેશ પ્રવાસ છે.









