વડાપ્રધાન મોદી આજે મુંબઈની મુલાકાતે જવાના છે. આ લોકસભાની ચૂંટણી બાદ PM મોદીની પ્રથમ મુંબઈ મુલાકાત હશે. પીએમ મોડી મુંબઈની મુલાકાત દરમિયાન PM મોદી 29,400 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોરેગાંવમાં NESCOમાં પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જે બાદ પરિયોજનાઓના શિલાન્યાસ બાદ PM મોદી સભાને સંબોધશે. ત્યારે PM મોદીની મુલાકાતને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


[[$googlead]]

કરોડો રૂપિયાના વિકાસના કાર્યોની ભેટ

પીએમ મોદી આજે મુંબઇને કરોડો રૂપિયાના વિકાસના કાર્યોની ભેટ આપવાના છે. તેઓ લોકમાન્ય તિલક અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પર નવા પ્લેટફોર્મ્સનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત રોડ રસ્તા, રેલવે અને પોર્ટ સેક્ટર સહિત 29 હજાર કરોડથી વધારે પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે . આ ઉપરાંત તેઓ 16 હજાર 600 કરોડ રૂપિયાની થાણે બોરીવલી સુરંગ પરિયોજનાનું ખાતમુહૂર્ત કરશે.

[[$alsoread]]


  • Follow us on: