• નિર્મલા સીતારમણે રજૂ કર્યુ બજેટ
  • બજેટ બાદ પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા
  • કહ્યું ખેડૂતો અને યુવાનોને પ્રગતિના પંથે લઈ જશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ અંગે પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ બજેટથી દેશ સમૃદ્ધિ તરફ જશે

ખેડૂતો અને યુવાઓને પ્રગતિના પંથે લઇ જનારુ બજેટ 
પ્રધાનમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે આ  બજેટ ખેડૂતો અને યુવાનોને પ્રગતિના પંથે લઈ જનારુ છે.  છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તેમની આર્થિક પ્રગતિમાં સાતત્યતા માટેનું આ બજેટ છે. સાથે જ જણાવ્યું કે  આ બજેટ યુવાનોને અગણિત તકો આપશે. આ બજેટ મધ્યમ વર્ગને નવી તાકાત આપશે


રોજગાર અને સ્વ-રોજગારનું સર્જન એ આપણી સરકારની ઓળખ - પીએમ મોદી


વડાપ્રધાન મોદીએ કહ્યું, 'આ બજેટથી વેપારીઓ અને નાના ઉદ્યોગોને પ્રગતિનો નવો માર્ગ મળશે. બજેટમાં ઉત્પાદન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. પરિણામે આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે. રોજગાર અને સ્વરોજગાર ઉભો કરવો એ આપણી સરકારની ઓળખ છે. આજનું બજેટ તેને વધુ મજબૂત કરે છે.

  • Follow us on:

[[$googlead]]