ચૂંટણી પરિણામ બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી આજે વારાણસી પહોંચ્યા છે. તેમને ખેડૂતો માટે કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો રિલિઝ કર્યો અને ત્યારબાદ વડાપ્રધાન મોદી વારાણસીમાં મા ગંગાની આરતી અને દશાશ્વમેઘ ઘાટ પર પૂજા કરી. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા.









