પીએમ મોદી હાલ રશિયાના પ્રવાસે છે. ત્યારે PM મોદીએ મોસ્કોમાં ભારતીય સમુદાયને મળ્યા હતા અને તેમની સાથે સંવાદ પણ કર્યો હતો. પીએમ મોદીનું રશિયામાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કરતા કહ્યું કે, દેશની માટીની ખુશ્બુ લઈને આવ્યો છું. હું 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું. 3જી ટર્મમાં ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું. 3જી ટર્મમાં 3 ગણી ફોર્સથી કામ કરીશ. પડકારને પડકારવો મારા DNAમાં છે.
રશિયાના બે શહેરોમાં બે નવા દૂતાવાસ ખોલાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા અને રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માનતા વધુમાં કહ્યું કે, રશિયા એટલે ભારતનું સુખ દુઃખનું સાથી છે. યુદ્ધગ્રસ્ત ભારતીયોને ભારત પહોંચાડવામાં પુતિને મદદ કરી છે. મિત્ર પુતિનનો યુદ્ધના સમયે મદદ કરવા બદલ આભાર. મોટી સંખ્યામાં ભારતીયો રશિયામાં ભણવા આવે છે. રશિયાના બે શહેરોમાં બે નવા દૂતાવાસ ખોલાશે. નવા દૂતાવાસથી વ્યાપાર કારોબાર સરળ થશે.









