વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસમાં જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી. પીએમ મોદીના 2 દિવસ અગાઉ વનતારા મુલાકાતના વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં PM મોદીનો પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યેનો અદૂભત પ્રેમ નજરે પડે છે. વનતારાની મુલાકાત કરતાં PM મોદી વાંદરા અને સિંહ બાળને હાથમાં લઈ રમાડે છે. તો સિંહ જેવા હિંસક પશુથી લઈને અલભ્ય પક્ષીઓ તેમજ મગર અને માછલી સહિતના પ્રાણીઓ સાથે અદ્ભૂત આનંદ માણ્યાનું વીડિયોમાં નજરે પડે છે.


[[$googlead]]

પીએમ મોદી: પ્રાણીઓ સાથે દોસ્તી કરી, હાથમાં લઈ લાડ કર્યા

વનતારા મુલાકાતના વિડીયોમાં દેખાય છે કે કેવી રીતે પીએમ મોદી પ્રાણીઓને પ્રેમથી અનાજ ખવડાવે છે તો કયાંક તેમને હાથમાં લઈ પંપાળે છે. દુનિયાના કદાવર પ્રાણી હાથી અને સૌથી ઉંચા એવા જિરાફને પીએમ મોદી ખોરાક આપે છે. અને વાંદરા સાથે દોસ્તી કરી મસ્તી કર્યા બાદ તેને હાથમાં લઈ પંપાળે છે. ગેંડાને પકડીને ચાલે છે અને પછી તેના પાંજરામાં લઈ જાય છે. તેમજ પાંજરામાં રહેલ સિંહ અને ચિત્તા જેવા શિકારી પ્રાણીઓના કરતબ જોઈ આનંદ પામે છે. એક વીડિયોમાં એવું પણ દેખાય છે પાછળ પાંજરામાં રહેલ સિંહ પીએમ મોદીના માથે હાથ ફેરવી રહ્યો હોય. પીએમ મોદી ઝીબ્રાના સમૂહમાં બેખોફ ચાલે છે તો અનંત અંબાણી સાથે પાણીમાં રહેતા મગર અને માછલીઓની રમત નિહાળે છે. વનતારામાં ઝેરી કહેવાતા સર્પ જીવોને પણ રાખવામાં આવ્યા છે. પીએમ મોદી અજગરને હાથમાં લઈ તેના પર હાથ ફેરવે છે. પીએમ મોદીએ પ્રાણીઓ અને પક્ષીઓ સાથે આનંદ મસ્તી કર્યા બાદ જ્યાં તેમની સારવાર કરવામાં આવતી હોય છે તે લેબોરેટરીમાં પણ કામગીરી નીહાળી.

[[$alsoread]]

અનંત અંબાણીને આપ્યા અભિનંદન

રિલાયન્સ કંપનીના ડ્રિમ પ્રોજેક્ટ કહેવાતા વનતારામાં પશુઓની સારવાર અને પુનઃવસવાટ કરવામાં આવે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન જ્યારે PM મોદી જામનગર ખાતે વનતારા પંહોચે છે ત્યારે અનંત અંબાણી દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બપોરનું ભોજન પણ તેમણે વનતારામાં જ લીધુ હતું. વનતારામાં પ્રાણીઓની સારવાર અને વિશેષ કાળજી લેવાતી હોવાનું પ્રત્યક્ષ જોયા બાદ તેમણે અનંત અંબાણીની કામગીરીની પ્રશંસા કરી. વનતારા મુલાકાત બાદ પીએમ મોદીએ સોમનાથદાદાના દર્શન કરી આર્શીવાદ લીધા હતા.


  • Follow us on: