બોટાદ પોલીસ મથકમાં એક મહિલાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આરોગ્ય વિભાગની ભરતીમાં હેલ્થ વર્કર તરીકે નોકરી આપવાના નામે આ મહિલા સાથે છેતરપિંડી આચરવામાં આવી. બોટાદના હેતલબેન પરાગભાઈ ગોહિલ નામના મહિલાએ પોતાની સાથે વર્ષ 2022માં એટલે કે 2 વર્ષ પહેલા આરોગ્ય વિભાગ દ્વારા MPHWની ભરતી યોજવામાં આવી હતી. જે ભરતીમાં હેલ્થ વર્કર તરીકેની નોકરી અપાવાનાની લાલચ આપી 8 લાખ રૂપિયા લઈ છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.


[[$googlead]]

બોટાદ પોલીસે એક આરોપીની અટકાયત કરી

જેમાં એક મહિલા સહિત કુલ ત્રણ લોકો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. તો આ ભરતી છેતરપિંડીમાં અન્ય 15 જેટલા લોકો સાથે પણ ઠગાઈ થઈ હોવાથી કુલ રૂપિયા 43 લાખથી વધુની ઠગાઈ થઈ છે. તો ફરિયાદીના આધારે બોટાદ પોલીસે ભરતભાઈ બચુભાઈ સોલંકી તેમજ શિલ્પાબેન અજયકુમાર દવે અને કથિત મંત્રીના PA તરીકે ઓળખાણ આપનાર જગદીશભાઈ એમ ત્રણ વિરુધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે એક આરોપી ભરતભાઈ બચુભાઈ સોલંકીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. તેમજ વધુ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

[[$alsoread]]

  • Follow us on: