• બેટ દ્વારકામાં SRP, SP સહિત પોલીસ કાફલો તૈનાત
  • બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો દૂર થવાની શક્યતા
  • સરકારી જમીનો પર ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર થઇ શકે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઐતિહાસિક પુરાણપ્રસિદ્ધ બેટ દ્વારકામાં કેટલાંક કટ્ટરવાદી લોકો દ્વારા ગેરકાયદે બાંધકામો અને પ્રવૃત્તિઓની સ્ફોટક માહિતી બાદ આ મામલામાં પોપ્યુલર ફ્રન્ટ ઇન્ડિયા (PFI)ના કનેકશનની શંકાના આધારે આજે મેગા ઓપરેશન હાથ ધરાઇ રહ્યું છે. બેટ દ્વારકાને કોર્ડન કરી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
   

[[$googlead]]

ભગવાન શ્રકૃષ્ણના રાજમહેલ સમાન બેટ ટાપુ એટલે કે બેટ દ્વારકાની જમીન ઉપર ચાલતી અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સરકારી જમીનો ઉપર થયેલા ધાર્મિક અને અન્ય દબાણકારી પ્રવૃત્તિઓને સખ્તાઇથી ડામી દેવા આજે સવારથી સમગ્ર સૌરાષ્ટ્રના પૌલીસ કાફલા સાથે સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીગણને સાથે રાખીને મેગા ઓપરેશન શરૂ કરવાની માહિતી મળી હતી.

[[$alsoread]]

બેટ દ્વારકામાં SRP અને SP સહિત ચુસ્ત પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે. રેન્જ IG સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બેટ દ્વારકામાં હાજર છે. અંદાજે 1 હજાર પોલીસ જવાનોને બેટ દ્વારકામાં ખડકી દેવાયા હતા. સરકારી જમીનો પર ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર થઇ શકે છે.

આજે સવારે બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામનું મેગા ડિમોલેશન પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. બેટ દ્વારકાના હનુમાન દાંડી માર્ગ પર અને બાલાપર વિસ્તારમાં ડિમોલની કામગીરી પાંચ જેસીબી મશીનો થી શરૂ કરવામાં આવી છે. બેટ દ્વારકા અને ઓખાના કેટલાક મુસ્લિમ આગેવાનોને આગમચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા રાઉન્ડ ઓફ કરવામાં આવ્યા છે. બેટ દ્વારકાના રહેવાસીઓને પોલીસે સાવચેતીના ભાગરૂપે તેમના ઘરમાં રહેવા અપીલ કરી છે. જેથી બેટ દ્વારકામાં માત્ર પોલીસનો જ માહોલ છે. બેટનું દ્વારકાધીશ મંદિર આજે ખાલી જોવા મળે છે સવારે માત્ર પૂજારીઓની હાજરી છે.

યાત્રાધામ બેટ દ્વારકામાં PFI કનેક્શનની આશંકાએ કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણોને ડામી દેવા માટે મેગા ડિમોલીશન સહિતનો તખ્તો તૈયાર કરી દેવાયો હતો. આ મેગા ઓપરેશનમાં મહેસૂલ, પંચાયત અને મેરીટાઇમ ઉપરાંત વીજતંત્ર સહિતના જુદા-જુદા વિભાગો પણ જોડાયા છે.

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આ ઑપરેશન માટે ભારે સતર્કતાથી કાર્યવાહી આગળ ધપી રહી છે. કથિત દેશદ્રોહી કૃત્યો મામલે પણ રાજય-કેન્દ્રની એજન્સીઓને પ્રાપ્ત થયેલા મનાતા અમુક ઇનપુટના આધારે આ ઑપરેશન હાથ ધરાઇ રહ્યું હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. બેટ દ્વારકામાં ધર્મના નામે અમુક કથિત ગેરકાયદે પ્રવૃત્તિ મેગા ઓપરેશનથી ડામી દેવાશે અને આવા ગેરકાયદે બાંધકામો દૂર કરાશે.


  • Follow us on: