પાટણમાં અસામાજિક તત્વોની પોલીસે યાદી તૈયાર કરી છે જેમાં દારુ, જુગાર, લેન્ડગ્રેબિંગના ગુનેગારોની યાદી તૈયાર કરી છે,પાટણમાં 550 ગુનામાં સંડોવાયેલ 163 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં 7 વિરુદ્ધ પાસાની દરખાસ્ત, 1 સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે,પોલીસે સતત ત્રણ દિવસ સુધી સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી.


[[$googlead]]

550 આરોપીઓની યાદી પોલીસે તૈયાર કરી તેને અપડેટ કયો બાદ અટકાયતી પગલા ભરાશે

રાજ્યમાં ગુંડા તત્વો સામે કાર્યવાહી માટે પોલીસ વિભાગને કરાયેલ સૂચના મુજબ પાટણ જિલ્લામાં ખંડણી, વ્યાજખોરી, ખનીજ ચોરી, દારૂ, જુગાર, મિલકત અને મારામારીના બેથી વધુ ગુના નોંધાયેલા હોય તેવા 550 આરોપીઓની યાદી પોલીસે તૈયાર કરી તેને અપડેટ કરવામાં આવી રહી છે.જિલ્લા પોલીસ વડાની સુચના આધારે પાટણ એલસીબી,એસઓજી, એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ દ્વારા શહેરના જાહેર સ્થળો પર વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન પાન પાર્લર અને ચાર રસ્તા પર બેસતા અસામાજિક તત્વોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ડીવાયએસપી કે.કે. પંડયાના નેતૃત્વમા પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે બગવાડા દરવાજા, નવજીવન ચાર રસ્તા, ટીબી ત્રણ રસ્તા, ઊંઝા ત્રણ રસ્તા અને સુદામા ચાર રસ્તા પર વિશેષ તપાસ અભિયાન ચલાવ્યું હતું.

[[$alsoread]]

  • Follow us on: