ભરૂચમાં પણ અસમાજિક તત્ત્વો સામે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી. ઝગડિયામાં પોલીસે ગુનેગારો સામે લાલ આખં કરતાં કોમ્બિંગ હાથ ધર્યું. પોલીસે હાથ ધરેલ કોમ્બિંગમાં કૂલ 37 જેટલા લુખાતત્ત્વો સામે સામે કાર્યવાહી હાથ ધરી. પોલીસે હાથ ધરેલ ડ્રાઈવમાં એકને તડીપાર કર્યો તો બે લુખાતત્ત્વોના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા અને 10 લોકોના વીજ જોડાણ કાપ દંડ ફટકારવામાં આવ્યો.


[[$googlead]]

અસમાજિક તત્ત્વો પર લગામ

રાજ્યભરમાં આવરા અસમાજિક તત્ત્વો હવે પોતાની દાદાગીરી નહીં કરી શકે. ગૃહમંત્રીએ ગુનેગારોને ચેતવણી આપતા કહ્યું કે હવે સખણા નહીં રહો તો કડક કાયદાનો સામનો કરવો પડશે. ગૃહમંત્રીના આદેશ રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને ભરૂચ જેવા મહાનગરોમાં પોલીસે અસમાજિક તત્ત્વોની ગુંડાગીરી રોકવા કાયદાનો ડંડો ઉગામ્યો છે. ભરૂચ પોલીસે શહેરમાં આતંક મચાવનારા અસમાજિક તત્ત્વોની યાદી બનાવી. તેના બાદ તમામ લુખાતત્ત્તવોને નોટિસ પણ ફટકારી હતી. અત્યારે ગુનેગારોની દુનિયામાં પગ માંડત આ અસમાજિક તત્ત્વો વધુ ગુનાઓ ના આચરે તેને લઈને હવે કડક કાર્યવાહી હાથ ધરી છે.

[[$alsoread]]

પોલીસની કડક કામગીરી

ભરુચના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે પોલીસે અસામાજિક તત્વોના ઘરે કોમ્બિંગ કર્યું. કાર્યવાહી અંતર્ગત ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ વિસ્તારના 99 ટકા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવ્યો. પોલીસે 1ને તડીપાર, 2ના ગેરકાયદેસર મકાનો તોડયા તો 10ના વીજ જોડાણ કાપી 1.2 લાખનો દંડ ફટકાર્યો. આ ઉપરાંત અન્ય ગુનેગારો પણ પોલીસના રડારમાં છે તેમને સખણા રહેવાની ચેતવણી આપી. પોલીસે શહેરમાં આતંક મચાવનાર અસમાજિક તત્ત્વોની યાદી બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે લોકોને ધમકી આપનાર ગુંડાઓ અને ડ્રગ્સની હેરાફેરી કરતા બુટલેગર તેમજ મોટી લૂંટ અને ચોરીમાં સંડોવાયેલા ગુનેગારોના ગેરકાયદે મકાનો તોડ્યા હતા. તો કેટલાક અસમાજિક તત્ત્વો કે ચોરીમાં સંડોવાયેલા છે તેમને ચેતવણી આપી.

  • Follow us on: