અમરેલી જિલ્લામાં પંચાયતી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પંચાયત સભ્ય વિપુલ દુધાત મામલે રાજકારણ ગરમાયું છે. દિલીપ સંઘાણી, નારણ કાછડીયા સહિતના લોકોએ વિપુલ દુધાતને સમર્થન આપ્યું છે. ત્યારે આ અંગે કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે વિપુલ દુધાતે સાચી વાત કરી છે. તેમનો પરિવાર જનસંઘ સાથે જોડાયેલો છે. દિલીપભાઈ, નારણભાઈને મારા અભિનંદન છે. પોલીસ અધિકારીઓ સિવિલ કોડ સંભાળતા નથી, તેથી તેમને દૂર કરી દેવા જોઈએ.


[[$googlead]]

વિપુલ દૂધાતે ટ્રેક્ટર છોડી દેવા ભલામણ કરી હતી: DYSP

વધુમાં વિરજી ઠુમ્મરે કહ્યું કે અમરેલી જિલ્લો કોઈના કોઈ રીતે ફેલાઈ ગયો છે, બિહાર અને યુપીની જેમ આગળ વધી રહ્યો છે. વિપુલ દુધાત જેવા કાર્યકર્તા કામગીરી કરતા હોય છે, ત્યારે પાર્ટીના નેતાઓ દ્વારા તેમને દબાવવામાં આવે છે. બીજી તરફ અમરેલીમાં વિપુલ દૂધાતના આક્ષેપો પર ડીવાયએસપી ચિરાગ દેસાઈએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે વિપુલ દૂધાતે દારુ વેચવાનો વીડિયો વાયરલ કર્યો હતો,કનુ વાઘેલા સામે ગુનો દાખલ કરાયો છે. 26મે LCB ટીમે પુંજાપાદરથી રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપ્યું હતું પણ વિપુલ દૂધાતે ટ્રેક્ટર છોડી દેવા ભલામણ કરી હતી. વિપુલ દૂધાત પોલીસની કામગીરીમાં ભલામણ કરે છે, વિપુલ દૂધાતે દારુ બાબતે SPને રજૂઆત કરી હતી અને SPએ કડક કાર્યવાહીની બાંહેધરી આપી હતી. વિપુલ દૂધાતે ઉગ્ર રજૂઆત કરી ખોટા આક્ષેપ કર્યા હતા.  

[[$alsoread]]

  • Follow us on: