પોરબંદરના કુતિયાણામાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. જેમાં વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તેમાં જૂનાગઢ પોરબંદર હાઇવે પર પાણી ભરાયા છે. તથા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. પોરબંદરનો ખારો ડેમ ઓવરફ્લો થયો છે. ઘેડ પંથકના ખેતરો પાણીથી તરબોળ થયા છે.
જિલ્લાના કુતિયાણામાં સાંબેલાધાર વરસાદને પગલે ચોતરફ ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. ધોધમાર આઠ ઇંચ કરતાં વધારે વરસાદ પડી ચૂક્યો છે. કુતિયાણાના ઘેડ પંથકના 8 ગામોને એલર્ટ કરાયા છે. ઘેડ પંથકના જુનેજ, ધરસન, મહીયારી, રેવડ્રા, કાસાબદ સહિતના ગામોને અલર્ટ કરાયા છે. ત્યારે વરસાદના પગલે જૂનાગઢ પોરબંદર હાઇવે પર પાણી ભરાતા લોકોએ અધવચ્ચે વાહનો રોકવા પડ્યા છે. આમ છતાં કેટલાક લોકો જીવન જોખમે રસ્તા પર પોતાના વાહનો લઈ જઈ રહ્યા છે.









