પોરબંદરના ઘેડ વિસ્તારમાંથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે. ઘેડ વિસ્તારનું છત્રવા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. 2 દિવસથી ગામના બધા વિસ્તારમાં પાણી-પાણીની સ્થિતિ જોવા મળી રહી છે. ગામના સરપંચના ઘરમાં પણ પાણી ફરી વળ્યા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.


[[$googlead]]

ઘેડ વિસ્તારમાં મહિયારી ગામ પાણીમાં ગરકાવ

ઘેડ વિસ્તારમાં મહિયારી ગામ પાણીમાં ગરકાવ થયું છે. રોડ રસ્તા ઉપર જાણે નદીઓ વહિતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીં સતત 2 દિવસથી મેઘો મહેરબાન જોવા મળી રહ્યો છે. સતત વરસાદ ચાલુ રહેવાના કારણે સ્થાનિકોની મુશ્કેલી વધી છે. 2 દિવસથી આ સમગ્ર ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. અહીં 2 દિવસ માં 20 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે. વરસાદના કારણે ઘેડ વિસ્તારના તમામ રસ્તા બંધ થયા છે.

[[$alsoread]]

પોરબંદરમાં કુતિયાણાનો ઘેડ વિસ્તાર બેટમા ફેરવાયો

ઘેડની વાત કરીએ તો ભાદર, વેણુ મીનસાર અને ઓઝત નદીના પાણી ફરી વળ્યા છે. કુતિયાણાના ગ્રામ્ય વિસ્તારના અનેક ગામો બેટમાં ફેરવાયા હોવાની માહિતિ પણ સામે આવી છે.

  • Follow us on: