હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂઆત થઈ ગઈ છે. પોરબંદરના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે.પોરબંદરમાં વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ સવાયો હતો.


[[$googlead]]

પોરબંદરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસારની શરૂઆત થઈ હતી અને ત્યાર બાદ ધોધમાર વરસાદ વરસ્યો રહ્યો છે. વરસાદ વરસતા લોકોને બફાળાથી રાહત મળી છે. પોરબંદરના ઘેડ અને બંરડા પંથકમાં મેઘરાજાએ ધમાલ મચાવ્યા બાદ પોરબંદર શહેરમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. હાલ પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.  તેમજ માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

[[$alsoread]]
  • Follow us on: