રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિત સર્જાય છે. તો ક્યાંક ભારે વરસાદના કારણે રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તેમજ રાજ્યમાં અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. તો કુતિયાણા સહિતના પંથકમાં પણ મેઘરાજાએ જમાવાટ બોલાવી છે. જેના કારણે નદી-નાળા અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે અને ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે.


[[$googlead]]

પોરબંદરમાં માધવપુરમાં પણ વરસાદી પાણી ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મધ્યવંતી નદી અને ઓઝત નદીમાં નવા નીર આવ્યા છે. ત્યારે મધ્યવંતી નદી અને ઓઝત નદીનું પાણી માધવપુરની બજારોમાં ફરી વળ્યું છે. જેના કારણે માધવપુરની બજારોમાં ઘુટણસમા પાણી ભરાયા છે. જેના કારણે વેપારીઓ અને લોકોને હાલાકી પડી છે. બજારોમાં પાણી ભરાતા વેપારીઓના માલસામાનને ભારે નુકસાન થયું છે. સતત 8 દિવસથી બજારોમાં પાણી ભરાયેલા હોવાની લોકો અને વેપારીઓ હેરાન-પરેશાન થયા છે. માધવપુરની બજારોમાં 8 દિવસ વિત્યા છતાં પણ સ્થિતિ તેની તે જ જોવા મળી રહી છે.


[[$alsoread]]

  • Follow us on: