- પોરબંદરમાં વરસાદી પાણી ભરાતા હાલાકી
- 12 કલાક બાદ પણ પાણી ઓસર્યા નહીં
- બોખીરા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી
પોરબંદરમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા છે.પોરબંદરમાં પશુઓ તણાવવા ના બનાવ પણ બની ચૂક્યા છે.હાલ વહીવટી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર અને ફૂડ પેકેટની કામગીરી શરૂ કરાઈ છે,પોરબંદરમાં બે દિવસમાં 22 ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે.
બોખીરા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી
પોરબંદરમાં વરસાદ બંધ થયા નાં 12 કલાક બાદ પાણી નથી ઓસર્યા ત્યારે પાણી ભરાઈ જવાના કારણે જનજીવન ખોરવાયું છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે,જીવન જરૂરિયાત વસ્તુઓ મળી નથી રહી,સાથે સાથે લાઈટ અને મોબાઈલ ટાવર પણ નહી મળતું હોવાથી કોઈ સાથે સંપર્ક થઈ શકતો નથી.બોખીરા વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે.
છેલ્લા ઘણા વર્ષોથી આ સ્થિતિ છે : સ્થાનિક
પોરબંદરમાં ભારે વરસાદને પગલે પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા. 12 કલાક પણ પાણી ઓસર્યા નથી. આ અંગે સ્થાનિકોએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે અમને જીવન જરૂરી વસ્તુઓ મળતી નથી. સોસાયટીઓમાં પાણી ભરાયા છે. લોકો બહાર પણ નીકળી શકતા નથી. આવી સ્થિતિમાં તંત્ર દ્વારા મદદ કરવામાં આવે તેવી લોકોએ માગ કરી હતી. સ્થાનિકોનું કહેવુ છે કે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે.









