જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં સત્તાનો જંગ જામ્યો છે,જેમાં માંગરોળ નગરપાલિકામાં બસપા બનશે કિંગમેકર તો બસપાના ઉમેદવારોને ખેંચવા માટે અન્ય પક્ષના લોકોએ લોબિંગ શરુ કર્યુ છે,ભાજપ અને કોંગ્રેસને 15-15 બેઠકો મળી છે અને સત્તા મેળવવા માટે 19 સભ્યોના ટેકાની જરુર છે,માંગરોળમાં બસપાને 4 બેઠકો મળી છે,2 બેઠકો પર અપક્ષ ઉમેદવારને મળી જીત તો સત્તા ઉપર બેસવા માટે બસપાનો ટેકો જરુરી.
માંગરોળ નપાનું પરિણામ રસપ્રદ રહ્યું
માંગરોળ નગરપાલિકામાં રસપ્રદ પરિણામ આવ્યું છે. અહીં ભાજપ અને કોંગ્રેસને 15-15 બેઠક મળતા ટાઈ થઈ છે. જ્યારે માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટીને 4 બેઠકો પર જીત મળી છે. ત્યારે અહીં ભાજપ મોટો ‘ખેલ’ કરે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, બસપાના ચાર વિજેતા ઉમેદવારો ભાજપને સમર્થન આપી શકે છે. નોંધનીય છે કે, હાલ જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકા પૈકી 5 નગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે.









