PM નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે 16 સપ્ટેમ્બરે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમન લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જ્યાં ઘણા સમયથી તંત્રની નજરમાં ના આવતી નાની નાની કામગીરીઓ પણ હવે તંત્રને દેખાઈ ગઈ છે. જાણે કે તંત્ર સીધું દૌર થઈ ગયું હોય તેવા વિદ્યાર્થીની જેમ કામે લાગી ગયું છે.


[[$googlead]]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા માટે અમદાવાદ ખાતે આવેલા GMDC ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

PMના આગમન પહેલા અમદાવાદ મનપા દ્વારા રોડનું સમારકામ કરીને રોડ નવા બનાવી દેવામાં આવ્યા છે,જાણે રોડ પર જાદુઈ છડી ફેરવાઈ હોય તેવા રોડ મસ્ત થઈ ગયા છે.એરપોર્ટથી વડસર એરફીર્સ સ્ટેશનના રોડની કાયાપલટ તેમજ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગરના રોડની કાયાપલટ થઈ છે.GMDC ગ્રાઉન્ડથી દૂરદર્શન સુધીનો રોડ ચકાચક થઈ ગયો છે.દૂરદર્શન રોડથી સોલા ભાગવતનો રોડ પણ ચકાચક થયો છે.

[[$alsoread]]

GMDC ગ્રાઉન્ડની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે આજુબાજુના રોડ રસ્તાઓ, 4 રસ્તા અને પાનના ગલ્લા ઉપર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. GMDC ગ્રાઉન્ડની અંદર હાલ સામાન્ય લોકો માટે પ્રવેશ પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. મીડિયાકર્મીઓને અને પોલીસને પણ આઈકાર્ડ વગર પ્રવેશ આપવામાં આવતો નથી.

  • Follow us on: