ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની તૈયારીઓ થઈ ગઈ છે. હાલમાં જગન્નાથ મંદિરમાં રિનોવેશનની કામગીરી ચાલુ છે. રથયાત્રા પહેલા જ આ રિનોવેશનની કામગીરી પૂર્ણ થઈ જશે. જે બાદ દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવશે. AI ટેકનિકવાળા 4 સહિત 2500 કેમેરાથી નજર રાખવામાં આવશે.
દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવશે. બસ હવે રથયાત્રાને એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. અને જે રુટ પરથી રથયાત્રા નીકળશે ત્યાં CCTV, ડ્રોન સહિતની સુરક્ષા સાથે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.









