2024ની ચૂંટણીના પરિણામ બાદ સૌપ્રથમ વખત વડાપ્રધાન મોદી આજે તેમના સંસદીય વિસ્તાર વારાણસીમાં પહોંચ્યા અને તેમને ખેડૂતો માટે કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો રિલિઝ કર્યો અને ત્યારબાદ વડાપ્રધાન મોદી વારાણસીમાં મા ગંગાની આરતી અને દશાશ્વમેઘ ઘાટ પર પૂજા કરી. ગંગા આરતી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને તેમને વડાપ્રધાન મોદીના સ્વાગતમાં પણ નારા લગાવ્યા. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન મોદી દશાશ્વમેઘ ઘાટ પરથી કાશી વિશ્વનાથ મંદિરમાં પહોંચ્યા અને પૂજા-અર્ચના કરી.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








