તાપીના વ્યારાના વાઘઝરી ગામે 22 અને 23 મેના રોજ ખ્રિસ્તી સંમેલન યોજાયું હતું. આ ખ્રિસ્તી સંમેલનના કાર્યક્રમને લઈ દેવ બિરસા સેનાનાએ વિરોધ નોંધાવ્યો છે. આ કાર્યક્રમને લઈને દેવ બિરસા સેનાએ સત્ય શોધક સભા અને વિજ્ઞાન જાથા ઉપર પણ અનેક આક્ષેપો થઈ રહ્યા છે. વાઘઝરી ગામે ખ્રિસ્તીઓના કાર્યક્રમમાં ચંદીગઢના પાદરી બજિંદરસિંહ દ્વારા બીમારીને દૂર કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ખ્રિસ્તી સંમેલનને લઈ દેવ બિરસા સેનાએ કહ્યું કે, આપણા સત્ય શોધક સભા અને વિજ્ઞાન જાથા વાળા કેમ કંઈ બોલતા નથી. આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તીઓનો આટલો મોટો કાર્યક્રમ થાય છે. છતા તંત્ર પણ આ અંગે મૌન છે. અમે આદિવાસીઓ છીએ અમે મૂળ પરંપરા જાળવવા સંઘર્ષ કરી રહ્યા છીએ અને આ લોકો ધર્માંતરિત કરીને અમારા દેવોને લાત મારવાની વાત કરે છે. જો આવુંને આવું ચાલશે તો ઉગ્ર આંદોલન કરી આ લોકોને અંહીથી ભગાડવાની દેવ બિરસા સેનાએ ચીમકી ઉચ્ચારી છે.









