રાજકોટમાં MP ભાજપના મંત્રી વિજય શાહનો વિરોધ કરવામાં આવ્યો છે, કર્નલ સોફિયા વિરુદ્ધ બફાટને લઈ કોંગ્રેસે વિરોધ કર્યો છે, રાજકોટ ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજા સામે પણ વિરોધ કરવામાં આવ્યો છે, યાજ્ઞિક રોડ પર મંત્રીના બેનરો સળગાવીને વિરોધ કરવામાં આવ્યો છે.

[[$googlead]]

કોંગ્રેસના ધારાસભ્યો રાજભવનની બહાર ધરણા પર બેઠા
મધ્યપ્રદેશના વિપક્ષી નેતા ઉમંગ સિંઘરના નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ આજે રાજ્યપાલને મળ્યું. પ્રતિનિધિમંડળે રાજ્યપાલને એક આવેદનપત્ર સુપરત કરીને મંત્રી વિજય શાહને બરતરફ કરવાની માંગ કરી હતી. આ પછી, કોંગ્રેસના ધારાસભ્યો કાળા કપડાં પહેરીને રાજભવનની બહાર ધરણા પર બેઠા હતા. કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મધ્યપ્રદેશના આદિવાસી બાબતોના મંત્રી વિજય શાહ વિરુદ્ધ બુધવારે રાત્રે 11 વાગ્યે મહૂના માનપુર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ઇન્દોરથી લગભગ 30 કિમી દૂર મહુમાં એક કાર્યક્રમ દરમિયાન મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી.

સોફિયા કુરેશી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, કર્નલ સોફિયા કુરેશીના નેતૃત્વમાં સેનાએ જે રીતે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરી, મંત્રી વિજય શાહે સ્ટેજ પરથી કર્નલ સોફિયા કુરેશીનું નામ લીધા વિના તેમને આતંકવાદીઓની બહેન કહી હતી. મંત્રી વિજય શાહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ભાજપ સંગઠને આ સમગ્ર મામલે તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો.
 
  • Follow us on: