સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો વિવાદીત ટિપ્પણીને લઇ ઠેર ઠેર વિવાદ જોવા મળી રહ્યો છે. જામનગરમાં હિન્દુ સંસ્થાઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખેલ દ્વારકાઘીશની વિવાદીત ટીપ્પણીને લઇ આવેદનપત્ર આપ્યુ છે. સ્વામી દ્વારકાધીશના શરણે આવીને માફી માંગે તોવી માંગ પણ કરવામાં આવી છે. ભગવાન દ્વારકાધીશ વિશે વિવાદીત ટિપ્પણી કરતા ભકતોની લાગણી દુભાઇ છે.
જામનગરમાં યોજાઈ રેલી
સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તકના લખાણો અંગે ગુજરાતભરમાંથી ઠેર-ઠેર વિરોધ ઉઠી રહ્યો છે. દ્વારકા જિલ્લામાં પણ આવેદન આપવા સહિતના કાર્યક્રમો થયા બાદ આજે જામનગરમાં એક રેલી યોજવામાં આવી હતી, સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશજી અને સનાતન ધર્મના દેવી-દેવતાઓ વિશે લખાયેલા વિવાદિત લખાણો સામે વિરોધ વ્યક્ત કરવા આજે જામનગરમાં હિન્દુ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે રેલી યોજીને કલેક્ટર કચેરીમાં આવેદન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
સ્વામિનારાયણના સંતોનો વાણી વિલાસ
થોડા સમય પહેલા સંત સિરોમણી જલારામ બાપા વિષે વિવાદીત નિવેદન આપી ભકતોની લાગણી દુભાવી હતી. ફરી ભગવાન દ્વારકાધીશ વિષે દ્રારકાધીશના ભકતોની લાગણીને ઠેસ પહોચાળી છે. ખાસ કરીને બ્રાહ્મણો વિષે કરેલી ટિપ્પણીના કારણે બ્રાહ્મણોની ધાર્મિક લાગણી દુભાવી છે.આ સાથે સ્વામિનારાયણના સંતો દ્વારા આ ટિપ્પણી બદલ તેઓ આ ગ્રંથ નાબૂદ કરે અને દ્વારકાધીશ સમક્ષ ભૂલ કરેલ સંતો માફી માંગે તેવી માંગ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું,
કલેકટરને આપ્યું આવેદન
આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચીને અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને વિવાદિત લખાણો દૂર થાય, તે સહિતની માગણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુગળી બ્રહ્મસમાજ, આહિર સેના-ગુજરાત, મહાદેવ હર મિત્ર મંડળ શિવસેના, સતવારા સમાજ યુવક મંડળ, શ્રીરામ બજરંગદળ, રાજા મેલડી મિત્ર મંડળ, હિન્દુ મહાસભા, ભગવા સેના, કોળી સમાજ સહિતના સંગઠનો જોડાયા હતા.









