બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરામાં વિરોધ જોવા મળ્યો છે જેમાં ધાનેરાને બનાસકાંઠામાં સમાવવાની માગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.આજે ધાનેરામાં યોજાશે હિત રક્ષક મહાયજ્ઞ જેમાં હવન કરી ધાનેરા બનાસકાંઠામાં રહે તેવી પ્રાર્થના કરવામાં આવશે અને હનુમાન દાદાના મંદિરે ધાનેરાના લોકો થશે એકત્રિત.અગ્રવાલ ત્રણ રસ્તા નજીક હવન કરવામાં આવશે.
છેલ્લા 21 દિવસથી ચાલે છે વિરોધ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે, ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા માટે છેલ્લા 21 દિવસથી વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં વધાવત રાખવા આજે ધાનેરાવાસીઓએ સજ્જડ બંધ પાળ્યો છે. અને તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા જનઆક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ધાનેરાના વેપારીઓએ દુકાનો બંધ રાખી આ બંધને સમર્થન પુરૂ પાડ્યું છે. ધાનેરાને બનાસકાંઠામાં રાખવા સ્થાનિક ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને સ્થાનિક રહીશો ઉગ્ર માંગ કરી રહ્યા છે.
વિરોધનો વંટોળ વકર્યો
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બનાસકાંઠા માંથી અલગ વાવ-થરાદ જિલ્લો બનાવીને તેમાં વાવ,થરાદ, સુઇગામ,ભાભર,લાખણી,દિયોદર, કાંકરેજ અને ધાનેરા મળીને 8 તાલુકાઓનો નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરતા જ હવે વિભાજનના મુદ્દે ઘામાસણ શરૂ થયું છે.બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકા અને નવા વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકાઓનો સમાવેશ કરતાની સાથે જ નવા જિલ્લામાં ગયેલા કાંકરેજ અને ધાનેરાના લોકો અને આગેવાનોએ પોતાને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા દેવાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કરીને વિરોધ શરૂ કર્યો છે.
ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચિમકી
કાંકરેજના શિહોરીમાં આજે વેપારીઓએ પોતાની દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખીને સંપૂર્ણરીતે બંધ પાળીને વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે કાંકરેજને બનાસકાંઠામાં જ રહેવા દેવું જોઈએ કારણકે થરાદ જવું અહીંના લોકો માટે ખુબજ અગવડતા ભર્યું છે જેથી અમને બનાસકાંઠામાં જ રહેવા દેવામાં આવે નહિ તો અમે ઉગ્ર આંદોલન કરીશું કાંકરેજને બનાસકાંઠામાં જ રહેવા દેવાની માંગ સાથે લોકોએ ઉગ્ર વિરોધ કરતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા જેને લઈને ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પણ લોકો વચ્ચે પહોંચ્યા હતા જ્યાં વિરોધ કરી રહેલા લોકોએ ભાજપ પ્રમુખને ઉગ્ર રજુઆત કરી હતી જેને લઈને ભાજપ પ્રમુખે લોકોની વાત સરકાર સુધી પહોંચાડવાની વાત કરી હતી જોકે કાંકરેજના લોકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો અમારી માંગ નહિ સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
સૂત્રોચ્ચાર કરીને વિરોધ
તો બીજી તરફ કાંકરેજની જેમ ધાનેરાના લોકોએ પણ નવા વાવ-થરાદ જિલ્લામાં જવાનો ઇનકાર ક્રરીને ધાનેરાના લાલાચોક ખાતે અમારો જિલ્લો બનાસકાંઠા જિલ્લોના સૂત્રોચાર કરીને વિરોધ પ્રદશન કર્યું હતું જેમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિત ખેડૂતો તેમજ અનેક સંગઠનો અને લોકો જોડાયા હતા તેવો લાલચોકથી સુત્રોચાર કરતા ધાનેરા પ્રાંત કચેરીએ પહોંચીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની ઉગ્ર માંગ કરી હતી અને આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરતા અમારા વિસ્તારના ઘણા લોકોને થરાદ જવું બહુ દૂર પડી જશે થરાદ કરતા પાલનપુર ધાનેરાના અનેક ગામડાઓને 30 થી 35કિલોમીટર જ પડે છે તેમજ અમારો સામાજિક અને રોજિંદા વ્યવહાર પાલનપુર સાથે છે અને બાળકોનું શિક્ષણ પાલનપુર થઈ રહ્યું છે,અમારા અમારા મોટાભાગના લોકોને ધંધા પાલનપુર અને અમદાવાદ છે એટલે એમને પાલનપુરના બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે નહિ તો અમે 4 તારીખે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું.અને રસ્તા ઉપર ઉતરીશું અને જે પણ થશે તેની જવાબદારી સરકારની રહશે.









