જામ ખંભાળીયામાં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ભીંડા ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે.


[[$googlead]]

સ્થાનિકો થયા ગુસ્સે

વીજ રીપેરીંગ કે પુરતો વિજ પુરવઠો નહીં મળતા સ્થાનિકો ગુસ્સે ભરાયા છે. સ્થાનિકોએ સમયસર રીપેરીંગ કામગીરી કરવા અને પુરતો વીજ પુરવઠો આપો તેવા સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિકોનો રોષ જોઈ વીજ પુરવઠાના અધિકારીઓ પરત ફર્યા.

[[$alsoread]]

અનેક વિસ્તારોમાં વીજ ચેકિંગની કાર્યવાહી

આ સિવાય થોડા દિવસ પહેલા જામનગર શહેરમાં ખંભાળિયા તેમજ ભાણવડ પંથકમાં ત્રણ સપ્તાહના વિરામ બાદ વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને 41 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. અને ચેકિંગ દરમિયાન 85 વિજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે, અને તેઓને 38.15 લાખના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે.

આ ચેકિંગ કાર્યવાહીમાં સમગ્ર દિવસ દરમિયાન કુલ 610 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 85 વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂપિયા 38.15 લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા જામનગર શહેર સિવાય ખંભાળિયા સીટી અને ભાણવડના સિટી એરિયામાં પણ વિજચેકિંગ કરવામાં આવ્યું હતું.


  • Follow us on: