બનાસકાંઠા વિભાજનને લઇ વિરોધ યથાવત રહ્યો છે જેમાં દિયોદર, ધાનેરા બાદ ભાભરમાં વિરોધ પ્રદર્શન યથાવત રહ્યું છે.ભાભર બંધના એલાન સાથે રેલી નીકળી હતી અને વિરોધ યથાવત રહ્યો હતો,દિયોદરને જિલ્લો બનાવવાની માગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે,ઓગડ જિલ્લો બનાવી ભાભરનો સમાવેશ કરવા માગ કરવામાં આવી રહી છે,બીજી તરફ ઓગડ જિલ્લો ન બનાવો તો બનાસકાંઠામાં રાખવા માગ કરાઈ છે.


[[$googlead]]

મહારેલીનું કરાયું આયોજન

બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઇને હવે ભાભરમાં વિરોધ શરૂ થયો હતો. ધાનેરા, કાંકરેજ દિયોદર બાદ હવે ભાભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું. દિયોદરને જિલ્લો બનાવી ભાભરને દિયોદરમાં સમાવવા માંગ કરવામાં આવી રહી છે. આજે ભાભરમાં બંધના એલાન સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. દિયોદરને જિલ્લો બનાવી ભાભરને ઓગડનાથ જિલ્લામાં સમાવવા અથવા ભાભરને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.

[[$alsoread]]

  • Follow us on: