[[$googlead]]
રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે છે. જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતને લઈને રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને પાલડીમાં VHP કાર્યાલય બહાર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
ત્યારે વિરોધ કરી રહેલા VHPના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. VHP કાર્યાલય બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ આ બંદોબસ્તમાં આઇપીએસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. BSFની ટુકડીઓ પણ બંદોબસ્તમાં ગોઠવાઈ ગઈ હતી. રાહુલ ગાંધીની મુલાકાતનાં પગલે બંદોબસ્ત ગોઠવાયો હતો.

  • Follow us on: