વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. તેઓએ આજે પણ બીજેપી અને આરએસએસ પર પ્રહાર કર્યા હતા. સતત બીજા દિવસે RSS-BJPની વિચારધારા પર વાર કરતા કહ્યું કે RSS કેટલાક રાજ્યોને ઉતરતા માને છે. કેટલાક ધર્મ, સમુદાયોને તેઓ ઉતરતા ગણે છે. આ લોકો ભારતને સમજતા જ નથી તેમ જણાવ્યું. સાથે જ કહ્યું કે તેમને સમજાતું નથી કે આ દેશ એક સંગઠન છે. રાજ્યો મળીને એક સંઘ બન્યો છે એ તેઓ માનતા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી લડાઇ આ વિચારધારા સામે છે.
RSSએ શિક્ષણ પ્રણાલી પર કબ્જો કરી લીધો
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પહેલા અમે એ વિચાર પર ભાર આપી રહ્યા હતા કે સંસ્થાઓ પર કબ્જો કરી લેવામાં આવ્યો છે. આરએસએસએ શિક્ષણ પ્રણાલી પર કબ્જો કરી લીધો છે અને તપાસ એજન્સી તથા મીડિયા પર પણ કબ્જો કરી લીધો છે. અમે આ વાત કહી રહ્યા હતા પરંતુ લોકોના સમજમાં આવતુ ન હતું. મે બંધારણને આગળ રાખ્યુ અને પછી મે જે પણ કંઇ કહ્યુ તો અચાનક બધુ વધારે લાગવા લાગ્યુ. ગરીબ ભારત, ઉત્પીડિત ભારત જેણે આ સમજી લીધુ કે સંવિધાન ખતમ થઇ ગયો તો ખેલ આખો ખતમ થઇ જશે. ગરીબ લોકોએ ઊંડાણ પૂર્વક સમજી લીધુ કે આ સંવિધાનની રક્ષા કરનારા અને તેને નાબૂદ કરનારાઓની લડાઇ છે.
નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપ..
તેમણે આગળ કહ્યું કે મને નથી લાગતુ કે નિષ્પક્ષ ચૂંટણીમાં ભાજપ 246ની નજીક હોત, તેમની પાસે બહુ મોટો આર્થિક લાભ હતો. તેમણે અમારા બેંક ખાતા બંધ કરી દીધા હતા. ચૂંટણી પંચ એજ કરી રહ્યું હતું જે તેઓ ઇચ્છતા હતા. આખુ અભિયાન એ રીતે બનાવ્યુ હતું કે નરેન્દ્ર મોદી દેશભરમાં પોતાનું કામ કરે અને જે રાજ્યમાં તેઓ નબળા હતા તે રાજ્યોને અલગ રીતે ડિઝાઇન કર્યા હતા. હું આ સ્વતંત્ર ચૂંટણીના રૂપમાં નથી જોતો. મે આને નિયંત્રિત ચૂંટણીના રૂપમાં જોવુ છું.









