સુરતમાં બોગસ બિલિંગ કરનારા સામે SGSTએ તવાઈ બોલાઈ છે,15 કરોડ સુધીની ITC રિકવરી માટે કવાયત હાથધરાઈ છે,બોગસ બિલિંગ કરનારાઓની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે જેમાં બોગસ એક્સપોર્ટ બતાવી ITC લેવાનું કૌભાંડ સામે આવ્યું છે.ITC લેવાનું રૂ.50 કરોડથી વધુના કૌભાંડનું અનુમાન હોવાની વાત સામે આવી છે.SGSTના દરોડાથી કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની પણ ચર્ચા સામે આવી છે.


[[$googlead]]

મોટાપાયે કરચોરી ઝડપાઈ

રાજ્ય GST વિભાગની એન્ફોર્સમેન્ટ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે અને તેના પરિણામોના વિશ્લેષણના આધારે 11 નવેમ્બર 2024ના રોજ સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જૂનાગઢ અને ભાવનગરમાં તાંબાના વ્યવસાય સાથે સંકળાયેલી ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફિનિટી એક્ઝિમ સહિત 14 કંપનીઓ સામે સર્ચ અને જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું કે, આ પેઢીઓ તાંબાની બોગસ ખરીદી બતાવીને મોટા પાયે કરવેરા ચોરી સાથે સંકળાયેલી હતી.

[[$alsoread]]

186 કરોડથી વધુના નાણાકીય વ્યવહાર દર્શાવી કરોડોની કરચોરી

ટેક્સ ક્રેડિટનો ખોટી રીતે લાભ મેળવવો એ GST કાયદાની કલમ-132 (1) (c) હેઠળ ગુનો છે, અને આ રીતે, તેની સ્પષ્ટ સંડોવણી શોધી કાઢ્યા પછી, વિભાગે વધુ તપાસ માટે ઈન્ફિનિટી એક્સિમના ભાગીદાર પ્રગ્નેશ કંટારિયાની ધરપકડ કરી. પ્રાથમિક તપાસ દર્શાવે છે કે M/s. INFINITY EXIM એ બોગસ કંપનીઓથી રૂ.186 કરોડથી વધુના બનાવટી નાણાકીય વ્યવહારો દર્શાવ્યા હતા અને રૂ. 34 કરોડથી વધુની કરચોરી કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું.

 

  • Follow us on: