રાજકોટમાં વરસાદી સીઝનમાં રોગચાળો વકર્યો છે. રોજકોટના આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાનીએ રોગચાળા અંગે વિગતો આપી છે. ડો. જયેશ વકાણીએ જણાવ્યું કે, છેલ્લા એક સપ્તાહમાં 1100થી વધુ દર્દીઓ નોંધાયા છે. જેમાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટીના કેસો નોંધાયા. તેમજ ખાનગી દવાખાનામાં દર્દીઓની સંખ્યા વધી હોવાનું અનુમાન છે. વરસાદી માહોલમાં પાણીજન્ય રોગે માથું ઉચક્યું છે. ચોમાસામાં વધુ બીમારી ફેલાવાનો ખતરો છે. આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાનીએ બીમારીથી બચાવા માટે કાળજી રાખવા માટે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, લોકોએ બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ. લોકોએ ઉકાળેલું પાણી ઠંડું કરી પીવું જોઈએ.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








