• જાફરાબાદ શહેર અને કોસ્ટલ બેલ્ટના ગ્રામ્ય વિસ્તારોમાં રસાદ
  • વઢેરા, કડીયાળી,રોહીસા, બલાણા સહિતના ગામોમાં વરસાદ
  • વરસાદ વરસતા ખેડૂતોને મળી ખુશી

અમરેલી શહેરમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે,અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.ખેૂડતોના પાકને નવજીવન મળ્યું છે.હવામાન વિભાગની આગાહી મૂજબ ગુજરાતમાં બે દિવસ હળવા વરસાદની આગાહી કરાઈ છે,કોઈ ભારે વરસાદની આગાહી જોવા મળી નથી.

અમરેલીમાં હળવા વરસાદની આગાહી

[[$googlead]]

અમરેલી જિલ્લામાં આગામી તારીખ 11 થી 14 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયુ હવામાન લેવાની શક્યતાઓ છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.જામનગર જિલ્લામાં આજે 4 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ આગામી તારીખ 11 થી 14 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે.મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 34 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ 3 મીમી વરસાદ પડવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં આગામી 11 થી 14 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મુખ્યત્વે વાદળછાયો વાતાવરણ રહેવાની શક્યતા છે. છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.

[[$alsoread]]

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. જેમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.ઓફશોર ટ્રફના કારણે મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે. સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલાશે. જેમાં આજે પાંચ દરવાજા ખોલી નર્મદા ડેમમાંથી દોઢ લાખ ક્યૂસેક પાણી છોડાશે. તેમજ જામનગર જિલ્લામાં આજરોજ 4 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ આજથી થી 14 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે.

મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 34 કિમીની રહેવાની શક્યતા છે

મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 34 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ 3 મીમી વરસાદ પડવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં આજથી 14 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મુખ્યત્વે વાદળછાયો વાતાવરણ રહેવાની શક્યતા છે. છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ પડવાની આગાહી છે. તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 30 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હુંફાળું, ભેજવાળું અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

  • Follow us on: