સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં ગઈરાત્રીથી જ વરસાદી માહોલ જામ્યો છે. રાજસ્થાનમાં ગતરાત્રીથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજસ્થાનના જયપુર અને સીકર સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે પીંક સિટી જયપુરની હાલત ખરાબ થઈ છે. જયપુરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.
જયપુર ભારે વરસાદના પગલે વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ
જયપુરમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણા ભરાયા છે. ત્યારે રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તેમજ જયપુરમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે. અજમેર રોડ અને સીકર રોડ પર બે-બે ફૂટ જેટલા પાણી ભરાયા છે. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાતા વાહન ચાલકો અને મુસાફરો હેરાન-પરેશાન થયા છે.
જયપુર એરપોર્ટમાં પાણી ભરાઈ જતા મુસાફરોને મુશ્કેલી
જયપુર સિટીમાં ધોધમાર વરસાદ વરસતા એરપોર્ટમાં પાણી ભરાઈ જતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેમજ રેલવે સ્ટેશનમાં પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા જયપુર જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.









