રાજકોટના એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં લાગેલી આગના કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં લાગેલી આગ મામલે સહાય ચૂકવવામાં આવી છે. સ્વિગીની ડિલિવરી આપવા આવેલા યુવાન અજય મકવાણાનું આ ઘટનામાં મોત થયું હતું. મૃતક દલિત સમાજનો હોવાથી શહેરના દલિત આગેવાનોએ પરિવારને રૂપિયા 10 લાખની સહાય કરી છે.


[[$googlead]]

સરકાર તરફથી કોઈ સહાય નહીં!

મૃતક અજયના મૃત્યુ બાદ પત્ની અને 4 વર્ષની પુત્રી માટે આગેવાનોએ ફંડ એકત્રિત કર્યું છે. જે એપાર્ટમેન્ટમાં ડિલિવરી આપવા આવેલો તે સોની વેપારી કે પછી બિલ્ડર દ્વારા એક પણ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી નથી. કમોતે મરનાર 3 યુવાનોના પરિવારને સરકારે પણ કોઈ પણ પ્રકારની સહાય કરી નથી, પરંતુ સમાજના આગેવાનોએ ઉદારતા બતાવી છે. લાખાભાઈ સાગઠીયા, નરેન્દ્ર રાઠોડ, પરેશ સાગઠીયા, માવજી રાખશીયા, અમૃત રાઠોડ, રમેશ મુછડીયા,જગદીશ સાગઠીયા, અનિલ મકવાણા,કરશન રાઠોડે મૃતકના પત્નીને રૂપિયા 10 લાખનો ચેક આપ્યો છે. 

[[$alsoread]]

  • Follow us on: