રાજકોટના ધોરાજીમાં રોડ પરથી ડામર ગાયબ થયાનો અહેવાલ સંદેશ ન્યૂઝે દર્શાવ્યો હતો. આ અહેવાલ બાદ ધારાસભ્ય અને ભાજપના હોદ્દેદારો દોડતા થયા હતાં. ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયાએ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે એન્જિનિયર સાથે વાત કરીને તપાસ કરવાનું કહ્યું હતું. નવા બનેલા રોડ પર માત્ર કાંકરાજ હોવાનું સામે આવ્યું હતું. થોડા દિવસોમાંથી રોડ પરથી ડામર ગાયબ થયો હતો.


[[$googlead]]

નબળું કામ કોઈ પણ પ્રકારે સાંખી લેવામાં આવશે નહીં

રવિભાઈ માકડીયા એ જણાવ્યું હતું કે આ નબળું કામ કોઈ પણ પ્રકારે સાંખી લેવામાં આવશે નહીં જે કોઈ પણ એજન્સી કે કોન્ટ્રાકટર પર પગલાં લેવા પડશે તો પગલાં પણ લેવામાં આવશે. ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા પણ સ્થળ પર મુલાકાત લેવા માટે દોડી આવ્યા હતાં. આ બાબતે નબળું કામ થઈ રહ્યું છે તેવી ફરીયાદ મળેલ રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીને રજુઆત કરી એન્જિનિયર સાથે વાત કરી અને તાત્કાલિક ક્વોલિટીની તપાસ અને યોગ્ય આયોજન થાય તેમ જણાવ્યું હતું

[[$alsoread]]


  • Follow us on: