ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં ખાદ્ય તેલોના ભાવોમાં મોટો ઘટાડો નોંધાયો છે. સીંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 40નો ઘટાડો થયો છે. જો કે પામોલિન તેલના ભાવમાં ડબ્બે રૂપિયા 60નો વધારો કરવામાં આવ્યો છે.
કપાસીયા તેલનો ભાવ રૂપિયા 1790થી વધીને રૂપિયા 1885 કરવામાં આવ્યો
ત્યારે કપાસીયા તેલમાં પણ ભાવવધારો નોંધાયો છે. તેનો ભાવ રૂપિયા 1790થી વધીને રૂપિયા 1885 કરવામાં આવ્યો છે તો બીજી તરફ પામોલીનના ડબ્બાનો ભાવ 1,605 રૂપિયાથી વધીને 1,685 રૂપિયા થયો છે. તમને જણાવી દઈએ કે તહેવારોની સિઝન નજીક આવતા હવે નવરાત્રીથી દિવાળી સુધી ખાદ્યતેલના ભાવમાં વધારો ઘટાડો જોવા મળશે.
પામોલિન તેલના ભાવમાં ડબ્બે 60 રૂપિયાનો વધારો નોંધાયો
મગફળીના મબલખ ઉત્પાદનની આશા હોવાના કારણે ખાદ્ય તેલના ભાવોમાં આ મોટી વધઘટ જોવા મળી રહી છે. સીંગતેલના ડબ્બે 40 રૂપિયા સસ્તું થયું તો કપાસિયા અને પામોલિન તેલના ભાવમાં ડબ્બે 60 રૂપિયાનો વધારો નોંધાયો છે. સીંગતેલનો ડબ્બો 2,655 રૂપિયાથી ઘટીને 2,590 રૂપિયા સુધી ગયો છે અને કપાસીયા તેલના ભાવની વાત કરીએ તો તે 1790 રૂપિયાથી વધીને 1885 રૂપિયા થયો છે. ત્યારે સીંગતેલના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓ માટે ફાયદાકારક છે તો બીજી તરફ મોંઘુ કપાસીયા અને પામોલીન ફરસાણના વેપારીઓ માટે નુકસાનકારક બનશે.
રાયડાના તેલમાં 50 રૂપિયાનો વધારો
તમને જણાવી દઈએ કે સિંગતેલ સિવાયના અન્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે. કપાસિયા તેલમાં એક જ સપ્તાહમાં લગભગ 60 રૂપિયાનો વધારો નોંધાયો છે તો પામોલીન તેલમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ સાથે જ રાયડાના તેલમાં 50 રૂપિયા, કોપરેલમાં 120 રૂપિયાનો વધારો થયો છે. તેલિબીયાના પાકમાં મોટું નુકસાન થવાના કારણે તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.









