રાજ્યમાં ઠેરઠેર વરસાદી માહોલ છે અને આ સાથે જ રાજ્યમાં વિવિધ જગ્યાઓએ પાણી ભરાઈ જવાની અને સાથે જ રસ્તા બેસી જવાની ઘટનાઓ બની રહી છે. રાજકોટમાં પણ ઠેર ઠેર વરસાદી માહોલ બી રહ્યો છે. તેનાથી લોકોએ ગરમીથી રાહત મેળવી છે અને સાથે જ કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ કરી રહ્યા છે. રાજકોટમાં હરિહર ચોક વોકળો બેસી ગયો છે. હરિહર ચોક વોકળા પર દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.


[[$googlead]]

કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી નહીં

વોકળા પર દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ હોવાથી વાહનચાલકોની મુશ્કેલી વધી રહી છે. અહીંથી જે વાહનચાલકો પસાર થઈ રહ્યા છે તેમને જીવનું જોખમ રહે છે. કોર્પોરેશન દ્વારા વોકળા રોડ પર કોર્ડન કરી દેવામાં આવે તે જરૂરી છે. જો તાત્કાલિક રીતે આ પગલા નહીં લેવાય તો ભવિષ્યમાં જલ્દી જ અહીં દુર્ઘટના બની શકે છે. હરિહર ચોક વાળા પર દુર્ઘટનાથી બચવા માટે લોકો કોર્પોરેશનને યોગ્ય પગલા લેવાની અપીલ કરી રહ્યા છે. 

[[$alsoread]]

  • Follow us on: