રાજકોટ એઈમ્સના ડાયરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કટોચને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા લાંબા સમયથી રજા ડોક્ટર CDS કટોચ રજા પર હતા. કર્નલ કટોચ સામે વહિવટી ગેરરિતીની અનેક ફરિયાદો પણ મળી હતી. ફરિયાદના આધારે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. તપાસ બાદ આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે.


[[$googlead]]

રાજકોટમાં પણ BZ ગ્રૂપ જેવું કૌભાંડ સામે આવ્યું

BZ જેવું જ પોન્ઝી સ્કીમ કૌભાંડ રાજકોટમાં બહાર આવ્યું છે. બ્લોકઆરા કંપની ઊભી કરી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે રાજકોટના 40 જેટલા રોકાણકારો સહિત ગુજરાતના 8000 જેટલા રોકાણકારો પાસેથી 300 કરોડ રૂપિયા ચાંઉ કરીને સંચાલકો ફરાર થઈ ગયા છે. આ અંગે ભોગ બનનારા રાજકોટના વેપારીઓ સહિતના રોકાણકારોએ પોલીસ કમિશનર સમક્ષ અરજી કરવામાં આવી છે.

[[$alsoread]]

8000 લોકોના નાણાં ફસાયા હોવાનો અરજીમાં ઉલ્લેખ

બ્લોકઆરા કંપનીનું 300 કરોડનું પોન્ઝી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 8000 લોકોના નાણાં ફસાયા હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. 4 લાખના રોકાણ સામે રોજ 4,000 વળતરની લાલચ આપી હતી. હાલમાં કંપનીને તાળા મારીને સંચાલકો ફરાર થઈ ગયા છે. મોટાભાગના લોકોએ વર્ષ 2020થી 2022માં રોકાણ કર્યું હતું.

  • Follow us on: