રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા વિવાદમાં આવ્યા છે. શાપરમાં 200 કરોડ રૂપિયાની જમીનને લઈ પારિવારિક વિવાદ સામે આવ્યો છે. પોલીસે રમેશ ટીલાળાના બહેનની પૂછપરછ કરી હતી. ફાર્મ હાઉસમાંથી પોલીસ ગઈકાલે તેમના બહેનને ઉઠાવી ગઈ હતી અને 10 કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા.
રમેશ ટીલાળાના બહેન દયાબેન ઊંઘડ મીડિયા સામે આવ્યા
રમેશ ટીળાલાના ભાણેજે ફોન કર્યો હતો અને ફોન પર વાતચીતની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જમીનને લઈ સિવિલ કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે. કોર્ટમાં કેસ છતાં પોલીસની હરકતથી વિવાદ ઉભો થયો છે. ત્યારે કોના કહેવાથી પોલીસે દરમિયાનગીરી કરી તે મુદ્દે ચર્ચાઓએ જોર પક્ડયું છે. ત્યારે હવે આ સમગ્ર મામલે રમેશ ટીલાળાના બહેન દયાબેન ઊંઘડ મીડિયા સામે આવ્યા છે. દયાબેને કહ્યું કે અમારી જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે, બાપુજીની જમીનમાં મને ભાગ આપતા નથી. 25 વર્ષ પહેલા બાપુજીનું અવસાન થયું હતું અને તેમની 150 વિઘા જમીનમાં અમે 9 ભાઈ-બહેન વારસદાર છે.
પોલીસે પણ મને ધમકી આપી: રમેશ ટીલાળા
દયાબેને કહ્યું કે 4 બહેનોની સહીઓ કરી લીધી હતી. દયાબેન ઊધડે પોલીસ પર પણ આક્ષેપ લગાવ્યા અને કહ્યું કે પોલીસે પણ મને ધમકી આપી હતી. મને શાપર પોલીસ ઉઠાવી ગઈ હતી. પોલીસ મારી ફરિયાદ લેતી નથી. મારો ભત્રીજો મને ધાક-ધમકી આપે છે અને પોલીસ અમારી ફરિયાદ નોંધે તેવી માગ દયાબેને કરી છે.









