રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ACBના કબ્જામાં રહેલ સાગઠિયાનું આપઘાતનું રટણ છે. એમ. ડી. સાગઠિયા ACBને કહે આપઘાત કરી લઈશ. તેમાં સાગઠિયાના આપઘાતના રટણથી ACB ચોંકી ઉઠી છે. તેમજ ACB સાગઠિયાને એ ડિવિઝનના લોકઅપમાં રાખે છે.


[[$googlead]]

સાગઠિયાની આકરી પૂછપરછમાં અનેક રહસ્યો ખુલ્યા છે. જેમાં જાહેર કરવામાં ACB મીડિયા સામે કંઈ બોલશે કે કેમ ? સાગઠિયા ઉપર રાજકીય નેતાઓ અને બાહુબલીનું પ્રેશર છે. તેમજ સાગઠિયા દબાણ હેઠળ હોવાનો અંદાજ આવી ગયો છે. પૂર્વ TPO સાગઠિયાની બેનામી સંપત્તિ મામલે ACBના કબ્જામાં રહેલ સાગઠિયાનું આપઘાતનું રટણ કર્યું છે. એમ. ડી. સાગઠિયા ACB ને કહે છે કે હું આપઘાત કરી લઈશ. તેથી સાગઠિયાના સતત રટણથી ACB ચોંકી ઉઠી છે. ACB દરરોજ સાગઠિયાને રાત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખે છે. ACBની કસ્ટડીમાં રહેલા સાગઠીયાની રાત ACB ઓફિસ બાજુમાં આવેલ પોલીસ મથકમાં વીતી છે.

[[$alsoread]]
  • Follow us on: