રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે મોટો ખુલાસો થયો છે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ મનસુખ સાગઠીયા જેલમાં છે. ત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપના નેતાઓ સાગઠીયાને મળવા જેલમાં ગયા હોવાનું સામે આવી રહ્યું છે. હાલ ભાજપના નેતા રમેશ રૂપાપરા અને હિરેન ખીમાનીયાના નામ સામે આવ્યા છે. ભાજપના નેતા રમેશ રૂપાપરા અને હિરેન ખીમાનીયા મનસુખ સાગઠીયાને મળવા ગયા હતા. રમેશ રૂપાપરા રાજકોટમાં આર.ડી.ના નામથી વિખ્યાત છે. ભાજપના નેતાઓની સાગઠીયા સાથે થયેલ મુલાકાતથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.


[[$googlead]]

જેલમાં સાગઠીયા સાથેની મુલાકાતમાં પદાધિકારી કે નેતાઓના નામ અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા છે. ભાજપના નેતાઓ સાગઠીયાને મળવા મુદ્દે પોલીસ દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો છે. નેતાઓનો જેલમાં જ સાગઠીયા સાથે ખીંચડી રાંધવાના પ્રયાસ કરી રહ્યા છે. મોટા નેતાઓના નામ સામે ન આવે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે અનેક તક વિતર્કે જોર પકડ્યું છે.

[[$alsoread]]
  • Follow us on: