રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. તેમજ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. ત્યારે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. તાલુકાના લાઠ, ભીમોરા સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મજેઠી સહિતના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા નદી-નારા અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદના કારણે નદી-નારા છલકાતા ગામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ બાળકો વરસાદની મજા માણતા નજરે પડ્યા છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








